Online Teachers Transfer Application Form Website Process @ dpe gujarat

Online Teachers Transfer Application Form Website Process @ dpe gujarat

ઑનલાઇન જિલ્લાફેર બદલી વેબસાઈટ, પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ | Online Teachers Transfer Application Form Website Process @ dpe gujarat

ગુજરાતના જિલ્લાફેર બદલી ઈચ્છુક તમામ શિક્ષક મિત્રો માટે વર્ષ 2024 માં Online Jillafer Badli Camp રાખવામાં આવેલ છે. આ બદલી કેમ્પમાં જોડાવા માટેની website dpegujarat.in છે. જેના પર બદલી માટે Online Application કરવાની રહેશે. તારીખ 28/11/2024 ના દિવસે 12 કલાકેથી અરજી કરી શકાશે.

ઑનલાઇન જિલ્લાફેર બદલી વેબસાઈટ, પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ

Online જિલ્લાફેર બદલી કેમ્પની કેટલીક અગત્યની માહિતી

Website : www.dpegujarat.in

અરજી કરવાની તારીખ : 28/11/2024 ના 12 કલાકેથી 30/11/2024 

ના 23.59 કલાક સુધી

જિલ્લાફેર ઑનલાઇન બદલીની ન્યુઝ પેપર જાહેરાત

જિલ્લાફેર બદલી માટે જરૂરી પત્રકો

1. ઓનલાઈન જિલ્લાફેર બદલી સાથે જોડવાનું પ્રમાણપત્ર, સ્વઘોષણાપત્ર, પ્રમાણપત્રો

2. ઓનલાઈન બદલી હુકમ વેરીફીકેશન કરવા અને શિક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણ

3. શિક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ

4. શિક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ

5. LPC LAST PAY CERTIFICATE

6. બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી

7. બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી

8. શિક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ

9. શિક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ

💥 પરિપત્ર ::: ઑનલાઇન જિલ્લાફેર બદલી પરિપત્ર 2024 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ઑનલાઇન જિલ્લાફેર બદલી 2024 માટેના તમામ પત્રકો pdf ડાઉનલોડ 📩 કરવા માટે અહીં ક્લિક કરો

-: પ્રક્રિયા :-

1. સૌપ્રથમ ઓનલાઈન બદલીની વેબસાઈટ પર ફોર્મ ભરવું. જો અગ્રતાનો લાભ લેવાનો હોય તો અગ્રતાને લગતા પ્રમાણપત્રોની પીડીએફ તૈયાર કરવી. ઓનલાઈન અરજીમાં ફોર્મ ભરવું, ફોર્મની પ્રિન્ટ, પુરાવાની નકલ, હુકમોની નકલ, છુટા હાજર રીપોર્ટની નકલ, સરકારી લેણું, પોલીસ કેસ, ફોજદારી કેસ, બિનપગારી રજા પ્રમાણપત્ર, ભરતીમાં અગ્રતાનો લાભ ન લીધાનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલ અને અન્ય તા.પ્રા.શિ.ના પ્રમાણપત્રોની ફાઈલ બે નકલમાં તાલુકા કક્ષાએ જમા કરાવવી, રસીદ લેવી.

2. શાળા પસંદ કરવી, શાળા પસંદ કર્યા બાદ રદ કરી શકાશે નહિ.

3. ઓનલાઈન હુકમ ડાઉનલોડ કર્યા બાદ હુકમ વેરીફીકેશન કરવા અને હાલની ફરજની શાળાએથી બદલીમાં છુટા થવા માટેની પ્રક્રિયા શરૂ કરવી, જેમાં શિક્ષક મંડળી દાખલો, મકાન પેશગી દાખલો મેળવવો, મહેકમ પ્રમાણપત્ર અને અન્ય દાખલા પ્રમાણપત્રો આ ફાઈલમાં છે, એ તૈયાર કરી મુશિ, પે સેન્ટર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી સિક્કા કરાવી, ભલામણપત્ર લઈ હાલના જિલ્લા ખાતે મે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીની કચેરીએ હુકમ વેરીફેકેશન કરાવવો, હુકમ મેળવીને તે હુકમ પરથી તાલુકા કક્ષાએથી છુટા થવું. તાલુકા પરથી છુટા થયા બાદ શાળા પરથી છુટા થવું.

4. શાળા પરથી છુટા થયા બાદના તરત બીજા દિવસે બદલી વાળા જિલ્લા પર હાજર થઈ ત્યાંથી હુકમ મેળવી તાલુકા કક્ષાએ હાજર થવું અને ત્યારબાદ શાળા પર હાજર થવું, જો જિલ્લા પરથી હુકમ મળવામાં વિલંબ થાય એમ જણાય તો જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી, અરજીની ઓસી કોપી પર ઈન્વર્ડ નંબર લખાવીને તાલુકા પર પણ અરજી આપીને શાળા પર હાજર થઈ જવું હિતાવહ છે, અમુક જિલ્લામાં સીધા શાળા પર હાજર થવાની સુચના આપતા હોય છે, એટલે પોતાના જિલ્લાની સુચના મુજબ અમલ કરવો. ખાસ ધ્યાન એ રાખવું કે જોબ બ્રેક ન થાય, એટલે કે હાલની શાળામાંથી છુટા થયા બાદ બીજા દિવસે જાહેર રજા ન હોવી જોઈએ અથવા તો બીજા દિવસે હાજર થવાનું બાકી ન રહેવું જોઈએ.

5. શાળામાં હાજર થયા બાદ નવા અને જુના બંને BRC સાથે સંકલન કરીને ઓનલાઈન હાજરી પોર્ટલમાં નામ ટ્રાન્સફર કરાવી દેવું. 6. PRAISA અને SAS માં નામ બદલતા પહેલા જુના અને નવા બંને પે સેન્ટર સાથે સંકલન કરવું, બંનેની સુચના બાદ નામ ટ્રાન્સફર કરવું, SAS શાળા લોગીનમાંથી અને PRAISA પે સેન્ટર લોગીનમાંથી બદલાશે. 7. વાર્ષિક ઈજાફા માટે IFMS GSWAN પર કેસ ટ્રાન્સફર કરવા માટે બદલીવાળા તાલુકાનો કાર્ડેક્ષ નંબર અને યુઝર નેમ મેળવી લેવા અને જુના તાલુકામાંથી તમારો કેસ આ એડ્રેસ પર ટ્રાન્સફર કરાવવો, ટ્રાન્સફર કરતા પહેલા જો ઈજાફો આપવાનો બાકી હોય તો ઈજાફો અપાવ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરાવવો.

8. કર્મયોગી પોર્ટલ પર નામ ટ્રાન્સફર કરાવવા માટે પે સેન્ટર પરથી કામગીરી કરાવવી.

9. બદલી થયા બાદ સર્વિસબુક, પાંચ વર્ષના સી.આર. ખાનગી અહેવાલ નોંધ, કપાત પગારી રજા ભોગવ્યા બાબતનું પ્રમાણપત્ર, અંતિમ પગાર પ્રમાણપત્ર LPC, પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપધો મંજુર થયાની દરખાસ્ત અને પત્રક 4 મેળવી લેવું.

10. SAS પોર્ટલ અને PRAISA પોર્ટલ પર બેન્ક ખાતાની વિગતો, સરનામું અને અન્ય વિગતો અદ્યતન કરાવી દેવી. ઉપરોક્ત બાબત ફક્ત જાણકારી માટે છે, આ માહિતીને આધાર પૂરાવા ગણવા નહિ, આપની કચેરી અને અધિકારીની સુચનાનો અમલ કરવો, અને તેને જ આખરી ગણવું.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક નં.૧૨, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.

બદલી કેમ્પના પરિપત્રો અને તારીખો અને ફોર્મ

અહી વર્ષ ૨૦૨૪ શિક્ષક બદલી માટેના વિવિધ પરિપત્રો, નિયમો, અને સૂચનો આપવામાં આવી છે. જે ચાલી રહેલ અને આવનાર વિવિધ પ્રકારની બદલી માટે ઉપયોગી થશે.

પરિપત્ર વર્ષ વિગત ડાઉનલોડ લીંક

2024 શિક્ષક બદલી સુધારેલ નિયમો –Download

2024 જિલ્લા આંતરિક બદલી સુધારો પરિપત્ર –Download

2024 સુધારા માટે અરજી ફોર્મ –Download

2023 પ્રાથમિક શિક્ષક બદલી ના નિયમો –Download

૨૦૨૪ વધ ઘટ જીલ્લા આંતરિક કેમ્પ પરિપત્ર –Download

૨૦૨૪ HTAT બદલીના નિયમો – 2024 –Download

જીલ્લા વાઇજ ખાલી જગ્યા list ૨૦૨૪ ( લેટેસ્ટ )

હાલ નીચેની લિંક અપડૅટ થઇ રહી છે… જેમાં એપડેટ થઇ ગયું છે તે જ નવી જગ્યાઓ બનાવશે… નહિ તો જૂની યાદી બતાવશે…

Adv. No. District Action

1 Ahmedabad –Download

2 Ahmedabad Corporation –Download

3 Amreli –Download

4 Amreli Nagarpalika –Download

5 Anand –Download

6 Anand Nagarpalika –Download

7 Anjar Nagarpalika –Download

8 Ankleswar Nagarpalika –Download

9 Arvalli –Download

10 Banaskantha –Download

11 Bharuch –Download

12 Bharuch Nagarpalika –Download

13 Bhavnagar –Download

14 Bhavnagar Corporation –Download

15 Botad –Download

16 Botad Nagarpalika –Download

17 Chhotaudepur –Download

18 Dahod –Download

19 Dang –Download

20 Dwarka –Download

21 Gandhinagar –Download

22 Gandhinagar Corporation –Download

23 Gir-Somnath –Download

24 Jamnagar –Download

25 Jamnagar Corporation –Download

26 Jetpur Nagarpalika –Download

27 Junagadh –Download

28 Kheda –Download

29 Kutch –Download

30 Mahisagar –Download

31 Mahuva Nagarpalika –Download

32 Mehsana –Download

33 Morbi –Download

34 Nadiyad Nagarpalika –Download

35 Narmada –Download

36 Navsari –Download

37 Navsari Nagarpalika –Download

38 Panchmahal –Download

39 Patan –Download

40 Porbandar –Download

41 Rajkot –Download

42 Rajkot Corporation –Download

43 Sabarkantha –Download

44 Siddhpur Nagarpalika –Download

45 Surat –Download

46 Surat Corporation –Download

47 Surendranagar –Download

48 Tapi –Download

49 Unja Nagarpalika –Download

50 Upleta Nagarpalika –Download

51 Vadodara Corporation –Download

52 Vadodara –Download

53 Valsad –Download

ઓનલાઈન પધ્ધતિ દ્વારા જિલ્લા/નગર શિક્ષણ સમિતિ (સંબંધિત) પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી(ઓનલાઇન) બાબત વર્ષ:૨૦૨૪-૨૫

જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક (ધો.૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ (ધો.૬ થી ૮ વિષયવાર) તમામ માધ્યમના શિક્ષકોની જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિ (સંબંધિત) માં જિલ્લા ફેર બદલીઓ શિક્ષણ વિભાગના બદલી ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૨/૬૨૧૦૬૫/ક (ભાગ-૧) તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ અને ત્યારબાદના વખતોવખતના સુધારા ઠરાવની જોગવાઈઓ ધ્યાને લઈને જિલ્લા ફેર બદલી કરાવવા ઈચ્છતા શિક્ષક પાસેથી નિયત નમુનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. સંબંધિત જિલ્લા શિક્ષણ સમિતિઓ અને મહાનગર પાલિકા/નગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષકો બદલી અંગેની ઓન-લાઈન અરજી તાઃ- ૨૮/૧૧/૨૦૨૪ ના ૧૨,૦૦ કલાક થી તાઃ- ૩૦/૧૧/૨૦૨૪ ના ૨૩.૫૯ કલાક દરમ્યાન આ કચેરીની વેબસાઈટ www.dpegujarat in ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ કરવાની રહેશે.

૧. જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી www.dpegujarat.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

૨. રાજયમાં સૌ પ્રથમ વખત ઓનલાઇન પધ્ધતિથી જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થતા હોઈ જિલ્લા ફેર બદલી કરવા ઇચ્છતા અરજદાર શિક્ષકો દ્વારા પોર્ટલ પર અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી તમામ સુચનાઓ તેમજ ઠરાવની જોગવાઇઓનો અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અરજીમાં સુધારો કરવાની અરજદાર શિક્ષકની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. ૩. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી. અરજદાર શિક્ષકો દ્વારા જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોવાની રહેશે.

૪. જે સંબંધિત જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હશે ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઇન) માટે અરજી કરી શકાશે.

૫. શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણઃ- G(13) માં કરવામાં આવેલ જોગવાઇ મુજબ જિલ્લા ફેર બદલી અંગેનો હુક્મ કોઇ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો

તા:- ૨૬/૧૧/૨૦૨૪

સ્થળ:- ગાંધીનગર

ક્રમાંક:પ્રાશિનિ/ક-નિતી/૨૦૨૪/

(ડૉ. એમ. આઈ. જોષી) પ્રાથમિક શિક્ષણ નિયામક ગુ.રા. ગાંધીનગર)

Leave a Comment