Government’s big decision on PAN card

PANCARD UPDATE NEWS: The Union Cabinet on Monday approved the PAN 2.0 project to upgrade the PAN card. The new PAN card will now be issued with a QR code. With the approval of the PAN Project 2.0, many questions are arising. For example, how will the old cards be updated with the new PAN card with a QR code? Will I have to apply again to get a new PAN card? Will all the old PAN cards become useless? Will I have to pay any money again? Let’s know the answers to all these questions and get detailed information about the PAN Project 2.0.

PAN 2.0 Project: મોદી સરકારનો મોટો નિર્ણય: હવે બદલાશે તમારું પાન કાર્ડ, જાણો શું હશે ખાસિયત

શું નવું પાનકાર્ડ આપવામાં આવશે?

હા નવું પાનકાર્ડ આપવામાં આવશે. હાલના દરેક પાનકાર્ડ ધારકને કોઈપણ કાર્ડ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. હાલનું રાબેતા મુજબ નું જૂનું પાનકાર્ડ નવા પાનકાર્ડ સાથે અપડેટ થઈ જશે.

નવા પાનકાર્ડમાં શું મળશે સુવિધા?

નવા પાનકાર્ડમાં ક્યુઆર કોડ જેવા નવા ફીચર્સ જોવા મળશે. સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન 2.0 પ્રોજેક્ટ ને લાવવાનો છે. આ સરકારી એજન્સીઓને તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાનને કોમન આઇડેન્ટિટી કાર્ડ બનાવશે.

શું પાનકાર્ડ અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે?

ના, પાન અપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે તમને સામેથી ડિલિવર કરવામાં આવશે.

શા માટે નવા પાનકાર્ડની જરૂર પડી?

અત્યાર સુધી પાનકાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો એ 15 થી 20 વર્ષ જૂનો છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવી સિસ્ટમ હેઠળ પાનકાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે. જેથી ફરિયાદોનો સમયસર નિકાલ લાવી શકાશે.

Also read 

Viral Video: कोरियन लड़की ने पहली बार खाया गुलाब जामुन, रिएक्शन हुआ वायरल, देखिए

શું થશે ફાયદો?

બેન્કિંગ સુવિધા અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ ઇન્ટરફેસ બની જશે. હવે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સાથે સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત કરવામાં આવશે.

જુના પાનકાર્ડ અને નવા પાનકાર્ડ વચ્ચેનો તફાવત

જૂનું પાનકાર્ડનવું પાનકાર્ડ
જૂની ડિઝાઇન અને અપડેટેડ માહિતી નો અભાવઆધુનિક ડિઝાઇન અને અપડેટેડ માહિતી સાથે ઉપલબ્ધ થશે
સિક્યુરિટી સુવિધાઓ મર્યાદિત હતી, નકલી પાનકાર્ડ બનાવવાની સંભાવના રહેતી.હોલોગ્રામ અને ક્યુ આર કોડ જેવી આધુનિક સિક્યુરિટી નો સમાવેશ
ક્યુ આર કોડ જોવા મળતો નથીક્યુ આર કોડ નો સમાવેસ કરવામાં આવ્યો છે
PAN ધારકની વધારાની ડિટેલ મળતી ન હતીપાનધારકની વધારાની તમામ ડીટેલ મેળવી શકાશે
જૂનું પાનકાર્ડ ફિઝિકલ ફોર્મેટમાં જ આવતું હતુંનવું પાનકાર્ડ ફિઝિકલ ફોર્મેટ અને ડિજિટલ ફોર્મેટ ( e-PAN) બંનેમાં મળશે
વેરિફિકેશન મેન્યુઅલ થતું હતુંક્યુ આર કોડ વેરિફિકેશનની સુવિધા આપે છે.

સોર્સ : દિવ્ય ભાસ્કર.

માહિતી સારી લાગી હોય તો તમારા દરેક મિત્રો સુધી વધુને વધુ આગળ શેર કરવાનું ભૂલશો નહીં.

અગત્યની લિંક

PAN ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *